તારક મહેતા. ફેઈમ ‘બકા’ પાર્ટી સોમનાથમાં

સોમનાથ

પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત માં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યો છે. એવામાં આજે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સીરિયલમાં ‘બકા’નું પાત્ર ભજવતા કાંતિ જોષી પણ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શ્રાવણ મહિનાના સોમવાર અને આજે રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવી રહ્યા છે.આ તકે બકા પાર્ટી ઉર્ફે કાંતિ જોષીએ પણ સોમનાથ દાદાની પૂજા કરી હતી. આ તકે કાંતિ જોષીએ તારક મહેતા

સીરિયલની પૂરી ટીમને યાદ કરીને મહાદેવને સુખાકારી માટે પાર્થના કરી હતી. આ તકે કાંતિ જોશીએ પોતાની આગવી છટામાં સીરિયલના ડાયલોગ ‘ભાઈ ભાઈ, હાં સોમનાથની મોજ હાં અને કેમ પાર્ટી’ બોલીને સંભળાવ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં લોકો કાંતિ જોશી ઉર્ફે બકા પાર્ટીને જોવા માટે ઉમટી પડયા હતા. આ દરમિયાન બકા પાર્ટીએ અનેક લોકો સાથે સેલ્ફી પણ લીધી હતી.

અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)