તિવ્ર ઉનાળામાં પણ ભાવિક ભક્તો માટે પીવાના શુદ્ધ પાણીની ઉત્તમ વ્યવસ્થા🛕 ભવનાથ તળેટી, જૂનાગઢ |

શિવ ભક્તિ અને આસ્થાના મહાપર્વ મહાશિવરાત્રી મેળામાં લાખો ભાવિકો મહાદેવના દર્શન માટે ઉપસ્થિત થાય છે. ભવનાથ તળેટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.

પીવાના પાણી માટે વિશેષ આયોજન

💧 દૂરસ્થ સ્થળોથી આવતાં ભક્તો, દિગંબર સાધુઓ અને સંતો માટે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ.
💧 તાપમાન વધતા ઉનાળાના ધસમસતા તાપમાં ભક્તો માટે ઠંડા પાણીની વ્યવસ્થા.
💧 મહાનગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા વધારાની પાણીની ટાંકીઓ મુકાઈ.
💧 ભવનાથ તળેટી વિસ્તારમાં વિવિધ સ્થળોએ ફ્રી પાણી સેવા માટે અલગ-અલગ પોઇન્ટ ગોઠવાયા.

ઉનાળાની શરૂઆત સાથે બપોરના તીવ્ર તાપમાં ભક્તો માટે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે, તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. આ વ્યવસ્થાઓને કારણે ભગવાન ભવેશ્વર મહાદેવના ભક્તો શિવભક્તિ સાથે શાંતિપૂર્વક મેળાનો લાભ લઈ રહ્યા છે.

📍 અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ