જૂનાગઢ પોલીસ ની નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેર માં ઇંન્ટોલ કરવામાં આવેલ સીસીટીવી.કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે. જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા ડીવાય. એસ.પી.મુખ્ય મથક શ્રી એન. એચ. શીરોયા ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્વારા ૫-અરજદારોના અલગ- અલગ વિસ્તારમાંથી ગુમ થયેલ કિંમતી સામાન તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪૧,૫૦૦/ ની કિંમત નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.(૧) અરજદાર અશ્વીનભાઈ જગદીશભાઇ વસંતનો રૂ.૨૧,૦૦૦/- ની કિંમતનો oppo કંપનીનો F27 ખોવાયેલમોબાઈલ ફોન શોધી પરત અપાવેલ.(૨) અરજદાર જલ્પેશભાઇ છોટાલાલભાઇ સોલંકીની રૂ૬,૦૦૦/- ની કિંમતની ખોવાયેલ કપડાની થેલી શોધી પરત અપાવેલ.(૩) અરજદાર અલ્તાફભાઈ હાસમની રૂ.૧૦,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ.(૪) અરજદાર લક્ષ્મણભાઇ વાઘેલાની રૂ.૩,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ(૫) અરજદાર સંજયભાઇ કાન્તીભાઈ મીથીયાની રૂ.૧,૫૦૦/- ની કિમતના સામાન ની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ. આથી તમામ અરજદારશ્રી ઓએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરી કરનાર પોલીસ અધિકારી, કર્મચારીઓ માં પી.એસ.આઇ. શ્રી પી.એચ. મશરૂ, પો.કોન્સ. રાહુલભાઈ મેઘનાથી, હરસુખભાઈ સિસોદીયા, તરૂણભાઈ ડાંગર, જાનવીબેન પટોળીયા, મિત્તલબેન ડાંગર, એન્જીનીયર રિયાઝભાઈ અંસારી નો સમાવેશ થાય છે.
અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)