દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરપાડામાં 6 કલાકમાં સાડા 10 ઈંચ વરસાદ

સુરત :

દક્ષિણ ગુજરાતમાં આજે (10મી સપ્ટેમ્બર) વરસાદે ફરી જોર પકડ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના ઉમરપાડામાં છેલ્લા 6 કલાકમાં ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.

ગત 6 કલાકમાં રાજ્યના 65 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે ઉમરપાડામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ વરસ્યો છે. સાગબારા અને ખેરગામમાં પોણા 3 ઈંચ અને ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ બારડોલી અને કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ વર્ષે મેઘકહેરના લીધે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ છે, સ્થાનિકો જાનમાલને તથા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જોકે ભારે વરસાદના લીધે ઉમરપાડામાં ગંભીર સ્થિતિ સર્જાઇ છે, 10 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પણ જાણે નદી વહી રહી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)