
RIASEC ટેસ્ટથી વિદ્યાર્થીઓને મળશે લાભ
દાંતા તાલુકાની આદર્શ નિવાસી શાળા અને પી.એમશ્રી મોડેલ સ્કૂલ (જગતાપુરા) ખાતે ધોરણ ૯ અને ૧૦ના કુલ ૧૧૭ વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછીના અભ્યાસક્રમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં RIASEC ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ વિદ્યાર્થીઓને પોતાની રુચિ, કુશળતા અને વ્યક્તિત્વને સમજવામાં મદદ કરે છે. આ ટેસ્ટના પરિણામોના આધારે, કેરિયર કાઉન્સિલરોએ વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યની યોજના બનાવવામાં મદદ મળશે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)