ભાવનગર પોલીસ દારૂબંધી કાયદાને કડકાઇથી અમલમાં મુકવા સતત કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસતો-ફરતો આરોપી યોગેશ ઉર્ફે યોગી ચેલારામ રાજાઈને નિલમબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
આ આરોપી સામે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 19થી વધુ પ્રોહીબિશન તથા પાસા એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે.
ઘટનાની વિગતો:
પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન શહેર વિસ્તારમાં બાતમી આધારે નિલમબાગ સર્કલ નજીકથી શંકાસ્પદ રીતે ઊભેલા શખ્સ યોગેશ ચેલારામ રાજાઈને ઝડપી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ શખ્સ પર અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના કેસમાં ગુનો દાખલ છે અને તે નાસતો-ફરતો હતો.
તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને શામળાજી પોલીસ સ્ટેશન સાથે સંપર્ક સાધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાસતો ફરતો આરોપી:
નામ: યોગેશ ઉર્ફે યોગી ચેલારામ રાજાઈ/સિંધિ
ઉંમર: 55
ધંધો: વેપાર
રહેવું: ઓમ પાર્ક સોસાયટી, અધેવાડા રોડ, ભાવનગર
ગુન્હાઓનો ઇતિહાસ:
યોગેશ સામે રાજકોટ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગર સહિત કુલ 19 અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં દારૂના ગુનાઓ નોંધાયેલ છે.
તેમાં સૌથી વધુ કલમો પ્રોહી. એક્ટ 65(A)(E), 116(B), 81, 83, 98(2) તથા પાસા એક્ટના વિવિધ પગલાં હેઠળ છે.
કાર્યમાં સહભાગી ટીમ:
પોલીસ ઇન્સ્પેક્ટર: એ.આર. વાળા, પી.બી. જેબલિયા
સ્ટાફ: અજિતસિંહ મોરી, હીરેન સોલંકી, કુલદીપસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, હસમુખ પરમાર, પ્રજ્ઞેશ પંડ્યા
આ આરોપીની ધરપકડથી અનેક પોલીસ સ્ટેશનોના લંબાતા કેસોને દિશામાર્ગ મળ્યો છે અને રાજ્યના દારૂબંધી કાયદાનો ભંગ કરતી માળખાકીય ગતિવિધિઓ પર મોટો માર પડ્યો છે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર