સુરત
સમગ્ર ભારતમાં ૩જી ઓગષ્ટ ભારતીય અંગદાન તરીકે ઉજવણી કરવામાં આવે છે.આજરોજ નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં અંગદાન ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ., સામાજિક સંસ્થાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આજરોજ નવી દિલ્હી આંબેડકર ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય રાજયકક્ષાના આરોગ્ય મંત્રીશ્રીમતી અનુપ્રિયા પટેલના હસ્તે અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ બેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર તરીકેનો એવોર્ડ નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.કેતન નાયકને એનાયત કરવામાં આવ્યો હતો.નોંધનીય છે કે, સુરત સિવિલ હોસ્પિટલમાં ટોટલ ૫૯ અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે જેમાં ૨૦ આંખ, ૪૬ લિવર, ૧૦૦ કિડની, નવ હાથ, પ હાર્ટ, ૧૨ ફેફસા, એક પેનક્રિયાસ, છ નાના આંતરડા, રેડીયમ ફોરામ એક આમ કુલ ૨૦૦ જેટલા અંગોનું દાન પ્રાપ્ત થયું છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)