દિવ્યાંગોની સેવા કરનાર સાંપ્રત સંસ્થાને ગાર્ડિયન એંજલ એવોર્ડ અર્પણ
🎖️ સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જૂનાગઢને વિશાલવીન ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ગાર્ડિયન એંજલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
📅 સાંપ્રત સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. હાલમાં, સંસ્થામાં 87 અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો 24 કલાક રહે છે.
🏆 વિશાલવીન ફાઉન્ડેશન દરવર્ષે દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપે છે, જેમાં આ વર્ષે સાંપ્રત સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
📍 આ કાર્યક્રમ સુરતના લાફાઉટેન હોટલમાં યોજાયો હતો, જેમાં સુરતના મેયર દક્ષેન મેવાની, ડી.સી.પી. વિજયસિંહ ગુર્જર, સમાજ સુરક્ષા રીંકલબેન ભલાલા, અને ગુજરાતી એકટર અરવિંદ વેગડ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા.
🌟 સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારને વિશાલવીન ફાઉન્ડેશનના ફાઉન્ડર પુનમ મેડમ દ્વારા ગાર્ડિયન એંજલ એવોર્ડ અને પ્રમાણપત્ર અપાઈને સન્માન કરવામાં આવ્યું.
👏 આ અનોખી શ્રેષ્ઠ કામગીરી માટે સંસ્થાના કર્મચારીઓ અને સંચાલકોમાં હર્ષ અને ખુશીનો અભિપ્રાય છે.
📝 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)