દેવ સિંચાઈ કેનાલ ભ્રષ્ટાચાર મુદ્દે કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબારની અસરકારક એન્ટ્રી – ખેડૂતોની માંગે સુનાવણી, તંત્ર ચિંતિત

વાઘોડિયા (અહેવાલ – મુકેશ પરમાર):
વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા સહિતના વિસ્તારમાંથી પસાર થતી દેવ સિંચાઈ યોજના હેઠળની કેનાલ તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતો સતત પાણીની તંગીથી પીડાઈ રહ્યા હતા. રજૂઆતો છતાં તંત્ર દ્વારા ઉકેલ ન આવતાં ખેડૂતોએ ગુજરાત ક્ષત્રિય કરણી સેના યુવા અધ્યક્ષ લખનભાઇ દરબારની મદદ લીધી.

લખન દરબાર તાત્કાલિક તેમની ટીમ સાથે નરસિંહપુરા પહોંચ્યા અને ખેડૂતો સાથે સભા યોજી. તેમણે તંત્રને ચીમકી આપી કે જો ટૂંક સમયમાં કેનાલનું કામ શરૂ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.

આ ઘોષણા બાદ દેવ સિંચાઈ વિભાગે નવીનીકરણનું કામ તત્કાલ શરૂ કર્યું. પરંતુ કામમાં તિરાડો, હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની શક્યતાઓ જોવા મળતાં ખેડૂતો ફરી રજૂઆત લઈને લખન દરબાર પાસે પહોંચ્યા.

લખન દરબારે સ્થળ પર પહોંચી કેનાલના કામનું નિરીક્ષણ કર્યું અને મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. તેમણે મટીરીયલનું ટેસ્ટિંગ કરાવી વિજિલન્સ તપાસની માંગ પણ ઉઠાવી.

તેમની અચાનક અને તીવ્ર એન્ટ્રી બાદ તંત્રમાં હલચલ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે, “લખન દરબારની એન્ટ્રીથી તંત્રમાં તાપમાનનો પારો 80 ડિગ્રી સુધી ચઢી ગયો હોય એવું લાગેછે!”