ગીર સોમનાથ એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ કછોટ નાઓને મળેલ બાતમી આધારે તાલાલાનાં રમરેચી રોડ પાસેથી નીચે જણાવેલ નામવાળા ઇસમોને એક દેશી તમંચો સાથે પકડી પાડી તાલાલા પોસ્ટે આર્મ્સ એકટ કલમ – ૨૫ (૧-બી), એ તથા જી. પી. એકટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલઇસમો
(૧) રાજેશ દેવાણંદભાઇ સોલંકી ઉ.વ.-૨૭ ધંધો- અભ્યાસ રહે-માળીયા હાટીના માધવનગર- ૦૩-જુનાગઢ
(૨) કુલદીપગીરી હરસુખગીરી અપારનાથી ઉ.વ.-૨૫ ધંધો-પ્રા.નોકરી રહે-માળીયા હાટીના માધવ નગર- ૦૩ પ્લોટ નં. ૪૬ જીલ્લો- જુનાગઢ.
કબ્જે કરેલ મુદ્દામાલ.
(૧) દેશી તમંચો -૧, કિ.રૂ-૨,૦૦૦/-
(૨) સ્કુટર- ૦૧, કિ.રૂ.૫૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન- ૦૨,કિ.રૂ-૨૦,૦૦૦/-
મળી કુલ કી.રૂ.૭૨,૦૦૦/-
આરોપીનીકબુલાત
બંને આરોપી પાસેથી પકડાયેલ મુદામાલ સ્કુટર જે અમદાવાદ ખાતેથી ચોરી કરી બંનેને પૈસાની જરૂરત હોય જેથી કોઇ આંગડીયા પેઢીમા કે અન્ય કોઇ જગ્યાયએ નાણાકીય પેઢીમા રેકી કરી લુંટ કરવાના ઇરાદા સાથેદેશી તમંચા હથીયાર સાથે ફરતા હોવાની કબુલાત આપેલ છે.
આકામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ કછોટ, ડ્રા. પો.હેડ.કોન્સ. રાજુભાઈ પરમાર.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)