ધંધુકા
ધંધુકામા જૈન સમાજ દ્રારા સંવત્સરી ની ઉજવણી ધામધુમથી કરવામાં આવી આ દિવસ તપ, જ્ઞાન, દર્શન, ચાતત્ર, અપરિગ્રહ, સમદ્રષ્ટિ અને મુક્તિની આરાધના આદિ ચેતનને જગાડનારા તત્વોનું આચરણ કરીને જાગૃત કરવાના ભવ્ય આશય પર્વાધિરાજ પર્યુષણમાં સમાયેલો છે. ત્યાગ, તપ અને ધર્મ આરાધનાથી અલંકૃત, મનની શુધ્ધિ, કાયશુધ્ધિ તથા વચનશુધ્ધિ દ્વારા આત્મ શુધ્ધિના પુરુષાર્થનું આ પર્વનો જૈન સમાજમાં આજે છેલ્લો દિવસ સંવત્સવરી પર્વ તરીકે ઉજવાયો .આજરોજ ધંધુકા ના જૈન સમાજના લોકોએ વરધોડો કાઢી ને સંવત્સરી ની ઉજવણી કરી હતી તો આવતીકાલે જૈન સંઘોમાં તપસ્વીઓના પારણા નો કાર્યક્રમ યોજાશે જૈન સંઘોમાં સોમવારે સમૂહ ક્ષમાપના તથા સમૂહ પારણા યોજાશે. જૈનસંઘોમાં નાના-મોટાધરોમાં આબાલ વૃધ્ધે નાની-મોટી તપશ્ર્ચર્યા સંવત્સરી દિને કરે છે.
આજે સંવત્સરી પર્વના દિને ઉપાસરયો માં તથા દેરારસો માં પ્રતિકમણ જૈન લોકો દ્રારા કરવામાં આવ્યા હતા સંવત્સરી એટલે ક્ષમાના અમૃતઘટનો દિવસ ગણાય છે. પ્રેમ અને વહાલના જેટલા ઘુંટડા લઇ શકાય તેટલા લેવાય છે.આજે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા દરેક જીવને ખમાવી લેવા, એકપણ વ્યકિત સાથે મતભેદ રહી જાય તો સાધના સફળ થતી નથી.મૂર્તિપૂજક જૈનોના તમામ ઉપાશ્રયોમાં આજે લગભગ બપોરના 3 વાગે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા શરૂ થઇ ગઇ હતી તો સ્થાનકવાસી જૈન લોકો રાત્રે 8 વાગે પ્રતિકમણની ક્રીયા શરુ થઈ હતી. આ વિવિધ લગભગ ત્રણ કલાકની હોય છે. 84 લાખ જીવયોનિ પ્રત્યે મિત્રતા નિર્માણ કરવી. સાંવત્સરિક મહાપર્વના દિવસે ‘મિચ્છામિ દુક્કડમ’ માગી સાચુ ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમા પર્વની આરાધના થશે.કાલે જૈનોમાં વિવિધ આદરેલી તપશ્ર્ચર્યાઓના આરાધકોના પારણા થશે. એક બીજાને ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને ક્ષમાનું આદાન-પ્રદાન કરશે
અહેવાલ :- કૃણાલ સોમાણી ધંધુકા