ધરમપુર, 15 એપ્રિલ 2024:
ધરમપુર તાલુકાના કોર્ડવાળ (સુલીયા ડુંગર) વિસ્તારમાં આવેલી ખ્રિસ્તી સમાજની ધાર્મિક આસ્થાનું પ્રતીક ગણાતી ક્રોસને તંત્ર દ્વારા હટાવવાના પ્રયાસો સામે આજે આદિવાસી સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને નાગરિકો જોડાઈ આ નિર્ણયનો કડક વિરોધ કર્યો હતો.
આદિવાસી સમુદાયે દલીલ આપી હતી કે ભારત એક બંધારણપ્રદત બિનસાંપ્રદાયિક દેશ છે અને અહીં દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાનો, પ્રચાર કરવાનો અને ધર્મગત ઉપાસનાની સ્વતંત્રતા મળેલી છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 25થી 28 સુધીના અધિકારોનો ઉલ્લેખ કરીને સમાજે કહ્યું કે આ પ્રકારના કાર્યવાહી સંવિધાન વિરુદ્ધ છે.
ગ્રામ પંચાયત તથા સ્થાનિક વાસીઓએ સ્પષ્ટ કર્યું કે ક્રોસના અસ્તિત્વથી તેમને કોઈ વાંધો નથી અને ઘણા વર્ષોથી સ્થાનિક ધર્મો વચ્ચે પરસ્પર ભાઈચારો અને શાંતિથી રહે છે. છતાં તંત્ર દ્વારા આ એક જ ધર્મના નિશાનને ટાર્ગેટ કરવાનો પ્રયાસ સંશયાસ્પદ ગણાયો છે.
આ રેલીમાં હાજર રહેલા મુખ્ય આગેવાનોમાં સમાવેશ થાય છે:
- યુસુભ ગામિત (માજી પ્રમુખ, સોનગઢ તાલુકા પંચાયત)
- જયેન્દ્ર ગાવિત (સરપંચ, મનાલા ગામ – કપરાડા)
- યોગેશ ભાઈ (પ્રમુખ, ધરમપુર આદિવાસી સમાજ)
- ધીરજ પટેલ (માજી કોર્પોરેટર, નગરપાલિકા)
- દેવું મોકાસી (સરપંચ, મોહના કાઉચાળી)
- શોભાન ભાઈ (માજી સરપંચ, આંબોસી)
- કાળુ ભાઈ (સભ્ય, તાલુકા પંચાયત)
આ તમામ આગેવાનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી કે ક્રોસને તાત્કાલિક હટાવવાનો નિર્ણય ફરીથી વિચારણાપાત્ર બનાવવામાં આવે અને ધાર્મિક હક અને આસ્થાની રક્ષા કરવામાં આવે.
અહેવાલ: સુરેશ પરેરા, ધરમપુર
સ્થળ: કોરવાળ ડુંગર, ધરમપુર તાલુકો, જી. વલસાડ