ધોરાજી: કમોસમી વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા, નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યાં સવાલો

ધોરાજી :

માત્ર કમોસમી માવઠાના વરસાદે જ ધોરાજી નગરપાલિકા દ્વારા બનાવાયેલા માર્ગોની સ્થિતિ નંગી કરી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, “હજી તો ચોમાસું શરુ પણ થયું નથી, માત્ર હળવો વરસાદ પડતાં જ રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે અને પથ્થરો બહાર આવી ગયા છે.
આવી સ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે નગરપાલિકા દ્વારા માર્ગ નિર્માણમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરાયું છે અને કોન્ટ્રાક્ટરોના ઘસખોર કામને કારણે જાહેર નાણાંનો ખોટો ઉપયોગ થયો છે.

સ્થિતિ એટલી ગંભીર છે કે “રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો છે, એ સમજવું પણ મુશ્કેલ બની ગયું છે.”
શહેરવાસીઓનો કહેવું છે કે થોડા મહિના પહેલા જ બનાવાયેલા રોડ સામાન્ય વરસાદ પણ સહન ન કરી શક્યા, જે સતત ભ્રષ્ટ વ્યવસ્થાની સાબિતી આપે છે.

મુખ્ય માંગણીઓ:

  • નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવી.
  • તાત્કાલિક રસ્તાઓનું રિપેરિંગ કામ હાથ ધરવું.
  • ભવિષ્યમાં આવા બનાવ ટાળવા માટે ગુણવત્તાની તપાસ વ્યવસ્થા વધુ દૃઢ કરવી.
  • દુષ્કાળ સામે નગરપાલિકા જવાબદારી નિભાવે એવી લોકજાગૃતિ.

શહેરના અનેક વિસ્તારના રહીશોએ જણાવ્યું કે, “આ રખડપટ્ટી અને ખાડા ભરેલા રસ્તાઓએ વાહન ચાલકો માટે જીવલેણ સ્થિતિ ઉભી કરી છે. કોઈ દિવસ મોટો અકસ્માત ન બને એ માટે તંત્રએ તાત્કાલિક પગલા ભરવા જોઈએ.

અહેવાલ: વિમલ સોંદરવા, ધોરાજી