રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં મજૂરી કામદારો અને નાનાં બાળકો જીવના જોખમે મહેનત કરતા ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ધોરાજીના જુનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ કામ દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા સાધારણ સુરક્ષા જ ઉપાયો અપનાવવામાં નથી આવતા.
સાઇટ પર કોઈપણ પ્રકારના હેલ્મેટ, સુરક્ષા બેલ્ટ કે અન્ય સેફ્ટી સાધનો વગર મજૂરોને ઊંચાઇ પરથી બિમ ભરવાનું કામ કરાવાતું જોવા મળ્યું છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે કેટલાક નાનાં બાળકાઓ પણ આ કામમાં જોડાયેલા છે, જે માનવતા સામે સવાલ ઉભા કરે છે.
જાહેર સુરક્ષા નિયમોની ધજાગરતી ઉડાવવામાં contractor તરફથી ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ ઘટનાએ નીતિ નિયમોની અમલવારી અને શ્રમિક કલ્યાણ અંગે તંત્રના નિયંત્રણ પર પણ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.
હવે જોવાનું એ છે કે તાત્કાલિક આ કામગીરીને લઈ તંત્ર શું પગલાં લે છે અને આવા દુર્લક્ષથી કેટલાંય નિર્દોષ જીવનોને બચાવશે કે કેમ.
સ્થળ: ધોરાજી, રાજકોટ