આયુર્વેદ અપનાવી સ્વસ્થ રહેવા તેમજ આધુનિકરણથી દૂર રહેવાની લોકોને અપીલ કરવામાં આવી
“દેશનું પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અને એક કદમ સ્વસ્થ ભારત તરફ” યોજના અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા ગણદેવી તાલુકાના ગણદેવી સુગર ફેકટરી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઈ દ્વારા આયુર્વેદ વિશે પ્રચાર પ્રસાર કરવા અપીલ કરી તેમજ કોરોના કાળ દરમ્યાન આયુર્વેદ ઉકાળાનું મહત્વ વિશે સમજાવ્યું અને આયુર્વેદ ઔષધિઓ નું જતન થાય તે માટે ગ્રામ જનનોને અપીલ કરી હતી . ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા આયુર્વેદની ઔષધીઓ અને તેનું મહત્વ તેમજ આયુર્વેદ ઔષધીઓ જે હાલના સમયમાં પણ ઘણા બધા રોગો માટે અકસીર છે તેમજ આયુર્વેદ જીવનશૈલી અપનાવવાથી લાંબા સમય સુધી નિરોગી જીવન વિતાવી શકાય તેમ જણાવ્યું હતું .
આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ તથા આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ, ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું .
આ આયુષ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રશાંતકુમાર શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી ભાનુબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી પરિમલભાઈ પટેલ મહેશભાઈ હળપતિ માજી સંગઠન પ્રમુખ શ્રી શાંતિલાલ પટેલ, પીઆઇ શ્રી ચૌહાણ સાહેબ, ગણદેવી સુગર ફેક્ટરી ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજીવ ગુપ્તા ઓફિસ સુપ્રિટેન્ડ શ્રી મુકેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ: આરીફ શેખ (નવસારી)