નવસારી ટાટા સ્કૂલ સામે આકાશગંગા એપાર્ટમેન્ટમાં માળનો ગેલેરી નો ભાગ ચોથી વખતે ફરીથી ધરાશયી થઈ મૂખ્ય માર્ગ ઉપર પડ્યો..

નવસારી ટાટા સ્કૂલ સામે આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટમાં સપ્ટેમ્બર થી આજ સુધી ચાર વખત ગેલેરી, સ્લેબના જર્જરિત ભાગો અવારનવાર સુરત નવસારી ના મુખ્ય માર્ગ ઉપર પડી રહ્યા છે અનેક વખતે સ્થાનિકોએ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા નથી આ જર્જરિત એપાર્ટમેન્ટન નજીક માં ત્રણ જેટલી શાળાઓ આવેલી છે આ એપાર્ટમેન્ટ ની સામે ટાટા બોયઝ સ્કૂલ, આજુબાજુમાં ટાટા ઇંગ્લીશ સ્કૂલ, તેમજ ટાટા ગર્લ્સ સ્કૂલના હજારો વિધાર્થીઓ રોજ સવાર સાંજ અવરજવર કરતા હોય છે સુરત થી નવસારી ને જોડતો ઘણો વ્યસ્ત રહેતો મુખ્ય માર્ગ હોય હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે,


છેલ્લા છ મહિનામાં આ ચોથી વાર જર્જરિત ભાગ ધરાશયી થયો છે આ અગાઉ દાણાચણા ની દુકાન ની ઉપર થી ગેલેરીનો ભાગ ધરાશયી થયો હતો, સપ્ટેમ્બર મહિનામાં વચ્ચેના ભાગે ધરાશયી થતા ત્રણ જેટલા ટુ વ્હીલર ને નુકશાન થયું હતું આજે વચ્ચેના ભાગે ફરીથી જર્જરિત ભાગ ધરાશયી થતા ઓઇલ ની દુકાનના ઉપર પડતા દુકાન નો શેડ ને નુકશાન થયું હતું અગાઉ સોશિયલ મીડિયામાં ન્યૂઝ પ્રસારિત થયા હતા છતાં કોઈ કાર્યવાહી નહી!! જર્જરિત હાલતમાં એપાર્ટમેન્ટ, વારંવાર જર્જરિત ભાગો પડી રહ્યાં છે આકાશગંગા એપાર્ટમેન્ટ ને ઉતારવાની જરૂર! મુખ્ય માર્ગ હોય હજારોની સંખ્યામાં લોકોની અવરજવર.. રહેણાકીઓને વિસ્તારમાંથી પસાર થતા જીવનું ભારે જોખમ ઉભું થયું છે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલું નથી ભરાયું આ પ્રકારની ઘટનાઓ લોકોની સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરે છે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે જેથી આવી દુર્ઘટનાઓનો પુનરાવર્તન ન થાય અને આવતીકાલે કોઈના જીવનું જોખમ ન રહે. સ્થાનિક અધિકારીઓને કડક કાર્યવાહી કરવા અને જે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખે તેવા પગલાં લેવા માટે લોકમાંગ ઉઠવા પામી છે.


અહેવાલ: આરીફ શેખ (નવસારી)