નવસારી, તા.૧૦: ગુજરાતમાં आगामी દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવાના ઉપાયો અપનાવે તે જરૂરી છે!!

🌞 નવસારી, તા.૧૦: ગુજરાતમાં आगामी દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવાના ઉપાયો અપનાવે તે જરૂરી છે.

📢 નિવાસી અધિક કલેક્ટર નવસારીની અખબારી યાદી મારફત હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સુચનો અનુસરવા અનુરોધ કરાયો છે.

🌡️ લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું
હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવવો જોઈએ.

💧 આટલું કરો:

  • રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
  • વાઈ, હ્ર્દય, કીડની કે યકુત સંબધિ બિમારી થી પીડાતા વ્યક્તિઓ કે જેમણે પ્રવાહી ની માત્રા ઓછી લેવાની હોય, તેમને પ્રવાહિ લેતા પહેલા ડૉકટર ની સલાહ લેવી.
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવી કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાત નું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો.
  • વજન તથા રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપી થી ઢાંકી રાખો.
  • આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો.
  • પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
  • બાળકો, વ્રુદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિઓ, જેમણે લૂ ના ભોગ બનવાની સંભાવના વધુ છે, તેમનો વિશેષ કાળજી લો.

🛠️ કામદાર અને નોકરીદાતા માટે : આટલું કરો

  • કાર્ય ના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો.
  • તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફ ના પેક, પ્રાથમિક સારવારની પેટી ની વ્યવસ્થા કરો.
  • કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો.
  • બહારની પ્રવૃત્તિ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારવી.
  • જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયા નથી, તેમને હળવા અને ઓછી અવધિ માટે કામ આપો.
  • સગર્ભા સ્ત્રીઓ તથા શારીરિક નબળાઈ ધરાવતાં કામદારો પર વિશેષ ધ્યાન આપો.
  • કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો.
  • પંખાનો ઉપયોગ કરો, ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારંવાર સ્નાન કરો.

🏠 ઘરના ઠંડક માટે : આટલું કરો

  • ઘરની દીવાલો ને સફેદ રંગ થી રંગો.
  • ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હવાની અવર જવાર માટે ક્રોસ વેન્ટીલેશન અને થર્મલ ઇન્સ્યુલેશન નો ઉપયોગ કરો.
  • સૂકા ઘાંસ ની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી ઉગાડી શકો.
  • ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશ ને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કવર વાળા પુંઠા લગાવો.
  • ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.
  • એયર કન્ડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી અથવા તેનાથી વધુ રાખો.
    -新的 ઘરના બાંધકામ દરમિયાન રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો.

🚑 લુ લાગેલ વ્યક્તિની સારવાર

  • ભીના કપડા નો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો.
  • શરીર માં પાણી નું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ.અથવા લીંબુ સરબત/તોરાની જેવું પ્રવાહિ આપો.
  • વ્યક્તિને તાત્કાલિક સ્વાસ્થ્ય કેંદ્રે લઈ જાવ.
  • જો શરીરનુ તાપમાન એક્ધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવે, નબળાઈ, ઉલ્ટી થાય અથવા બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.

આટલુ ન કરો

  • બપોરના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી તડકે ન જાઓ, તે સમયે શ્રમ ન કરો.
  • ઉઘાડા પગે બહાર ન જાઓ, અને રસોઈમાં તાપમાન વધે તેવા પીણાં ન લો.
  • રસોડામાં હવા માટે બારીઓ ખોલો.
  • શરીરમાંથી પાણી ની માત્રા ઘટાડતા પિયાં, જેમકે શરાબ, ચા, કોફી, સોફ્ટ ડ્રિન્ક્સ ન લો.

🚜 કૃષિ વિષયક: આટલુ કરો

  • ઉભા પાક ને હળવુ તેમજ વારવાર સિંચન કરો.
  • પાક વિકાસની મહત્ત્વના સ્તરે સિંચાઈ ની માત્રા વધારો.

🐄 પશુપાલન: આટલુ કરો

  • પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પૂરું પાડો.
  • તેઓને સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો.
  • આશ્રય સ્થળનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસની ગંજીથી ઢાંકણો.


📝 અહેવાલ: આરીફ શેખ (નવસારી)