નવસારી જિલ્લાના રોજગારી મેળવવા ઈચ્છુક રોજગાર વાંચ્છુઓ માટે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા તા. ૨૫/૦૨/૨૦૨૫ ના રોજ જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કાલિયાવાડી સ્થિત નવી કલેક્ટર કચેરી પાછળ આવેલા ડો. આંબેડકર ભવનમાં આ ભરતી મેળો સવારે ૧૦ કલાકે આયોજીત કરવામાં આવ્યો છે.
આ ભરતી મેળામાં નવસારી જિલ્લાના વિવિધ કંપનીઓમાં ખાલી જગ્યાઓ મેળવી ઉમેદવારોને રોજગારી મળી રહે તેવા પ્રયાસરૂપે નોકરીદાતા તેમની જરૂરિયાત મુજબના ઉમેદવારોને પસંદ કરી રોજગારી આપશે. જેમાં ધો. ૧૦/૧૨ પાસ, કોઈ પણ પ્રવાહમાં સ્નાતક/અનુસ્નાતક, અને આઈ. ટી. આઈના તમામ ઉમેદવારોએ સ્વખર્ચે તેમના શૈક્ષણિક લાયકાત અંગેના તમામ અસલ/ઝેરોક્ષ પ્રમાણપત્રની નકલ અને બાયોડેટા (ત્રણ નકલ) સાથે નક્કી કરેલા સમય અને સ્થળે હાજર રહેવું, તેમ રોજગાર અધિકારી (જન)ની અખબારી યાદીમાં જણાવાયું છે.
રોજગાર વિનિમય કચેરી, નવસારી ખાતે નામ ન નોંધાયેલ હોય તેવા ઉમેદવારો પણ આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. દિવ્યાંગ ઉમેદવાર માટે હાલ જગ્યા ન હોય તેઓ ભાગ લઈ શકશે નહીં. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, નવસારીનો રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે.
અહેવાલ :- આરીફ શેખ (નવસારી)