નવસારી દશેરા ટેકરી વિસ્તારની વીજ વિભાગની પ્રશંસનીય કામગીરી, ગણતરીના કલાકોમાં રસ્તામાં નડતરરૂપ 5 જેટલા વીજ પોલને ૧૦ થી ૧૫ ફૂટ દૂર ખસેડવામાં આવ્યા..

નવસારીમાં દશેરા ટેકરીના માર્ગ પર વીજ વિભાગે દર્શાવેલ કામગિરીથી સ્થાનિક લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. અહીંના અતિશય ટ્રાફિકને કારણે રસ્તાના બાજુના દબાણોને હટાવવાની કામગીરી ચાલી રહી હતી જેના પરિણામે માર્ગને પહોળું કરવામાં આવી રહ્યો હતો. આ કામગિરી દરમિયાન રસ્તામાં વર્ષો જૂના નડતરરૂપ વીજ પોલોને તોડી ને એની જગ્યા એ ૧૦ થી ૧૫ ફૂટ જેટલા દૂર ફરી થી ગણતરીની કલાકોમાં ૫ નવા પોલને ઉભા કરી નાખવામાં આવ્યા હતા સાથે વીજ પોલ ઉપર ના તમામ નવા કેબલોને ફરી થી લગાડી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો. ડી.જી.વી.સી.એલ. નવસારી સિટીના નાયબ ઈજનેર શ્રી એમ.એમ. કેદારિયા સાહેબે સતત ઊભા રહી ૭ જેટલા કર્મચારીઓ સાથે પોલ ખસેડવાની પ્રસંશનીય કામગીરી કરી હતી.

હાલમાં કાલિયાવાડી પુલના બંધ થવાથી દશેરા ટેકરી ટ્રાફિક ડાયવર્ટ કરતા માર્ગ ને પહોળો કરવામાં આવ્યો હતો જેમાં અંદાજિત ૧૦ થી ૧૦ ફૂટ દૂર ૫ જેટલા વીજ પોલો ખસેડી દેવામાં આવ્યા જેના કારણે માર્ગની પહોળાઈમાં વધારો થયો અને ટ્રાફિકની સમસ્યા ઘટી હતી સ્થાનિક વાસીઓએ વીજ વિભાગની આ કામગીરીની પ્રશંસા કરી છે જે ટ્રાફિકની મુશ્કેલીઓ દૂર કરવામાં સહાયક બન્યું છે નવસારી શહેરમાં આ પ્રકારના પ્રયાસો ચાલુ રહેવા જોઈએ જેથી લોકોની સુવિધામાં વધારો થતો રહે આ રીતે વીજ વિભાગે નવસારી શહેર માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે ફરી થી વીજ વિભાગની પ્રશંસનીય કામગિરીને સાબિત કરે છે કે યોગ્ય વ્યવસ્થાપન અને કાર્યક્ષમતા સાથે કઠોર પરિસ્થિતિ માં પણ વીજ વિભાગ અડીખમ લોકોની સેવાઓ કરવા તત્પર રહે છે..

અહેવાલ : આરીફ શેખ (નવસારી)