
પાલિકાના કર્મચારીએ જેમણે ગઈ કાલ સવારથી લઈ મોડી રાત સુધી પાઈપ લાઈનો રિપેર કામ કર્યું એ તમામ કામો કોન્ટ્રાક્ટરના માણસોએ કર્યા છે એવી ઉડાઉ વાતો કરતા પાલિકાના કર્મચારીઓ અકળાયા!!
નવસારી મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓએ અથાક પ્રયત્નો કરીને શહેરમાં પાણીની લાઈનોને ફરીથી કાર્યરત કરી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં દાખવવામાં આવેલી બેદરકારીને કારણે પાણી પુરવઠામાં વિક્ષેપ ઉભો થયો હતો જેમાં મુખ્ય લાઈનોમાં ત્રણ જગ્યાએ ભંગાણ સર્જાતા પાણીનો ફુવારો ઉડ્યો હતો જેની ભરપાઈ વોટર વર્કસના કર્મચારીઓએ પોતાની મહેનતથી કરી છે. મોડી રાત થી સવાર સુધી ત્રણ જગ્યાએ લાઈનો ને ફરી થી જોઇન્ટ કરી રિપેર કરવામાં આવી હતી શહેરના નાગરિકોને પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે કર્મચારીઓએ દિવસ-રાત જોયા વિના કામ કર્યું અને પાણીની લાઈનોને તાત્કાલિક ધોરણે શરૂ કરાવી. તેમની આ નિષ્ઠા અને સમર્પણ ભાવના બદલ શહેરના લોકોએ વોટર વર્કસ વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો છે.
સાથે રિપેર દરમિયાન કોન્ટ્રાકટરએ રિપેર નો શ્રેય પોતે લીધો અને આવેલ કર્મચારીએ જેમણે ગઈ કાલ સવારથી લઈ મોડી રાત સુધી પાઈપ લાઈનો રિપેર કામ કર્યું એ તમામ કામો કોન્ટ્રાક્ટરના માણસોએ કર્યા છે એવી ઉડાઉ વાતો કરતા પાલિકાના કર્મચારીઓ અકળાયા હતાં..પ્રજાપતિ થી અંબિકા ચોક સુધીની વરસાદી લાઈનો નાખવાનો ટેન્ડરીંગ માં તમામ રિપેર કોણે કરવાનો ઉલ્લેખ છે? રિપેર પાલિકાના વોટર વર્કસ વિભાગના કર્મચારીઓએ કરેલ હોય તો વહીવટી ચાર્જ પેટે કોઈ રકમ વસૂલવામાં આવશે કે પછી કોઇ ના છુપા આશીર્વાદ, કે પછી (%) થી કોન્ટારકર ને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે??
અહેવાલ :- આરીફ શેખ (નવસારી)