નવસારી બાર એસોસિએશનના વર્ષ ૨૦૨૫ ના નવા હોદ્દેદારોની નિયુક્તિ માટે આજ રોજ બાર એસોસિએશન ના હોલમાં ચૂંટણી યોજાઈ હતી. નવસારી બાર એસોસિએશન ના નવા હોદ્દેદારોની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેમાં પ્રમુખ પદ માટે સતત બીજા વર્ષે નેવિલ પટેલ વિજેતા બન્યા છે. ઉપપ્રમુખ પદ અપૂર્વે દેસાઈ એ સતત ત્રીજા વર્ષે જીતની હેટ્રિક નોંધાવી છે.નવસારી બાર એસોસિએશન ના નવા હોદ્દેદારોની નિયુક્તિ માટે ચૂંટણી બાર હોલમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે હાલના પ્રમુખ નેવિલ એમ પટેલ ને કુલ ૩૭૪ મતો અને અમિત કચ્વે ને માત્ર ૬૬ મતો મળ્યા હતા સતત બીજા વર્ષે પ્રમુખ તરીકે નેવિલ પટેલ ની ૩૦૮ મતે ભવ્ય વિજય થયો હતો. બે ઉપપ્રમુખ પદ માટે અપૂર્વ બી. દેસાઈ ને કુલ ૨૮૯ મતો મળ્યા હતા.
બીજા ક્રમે રૂપેશ જે.શાહને કુલ ૨૪૨ મતો મળ્યા હતા. અમિતકુમાર યુ. સોલા ને ૧૫૭ મતો મળ્યા હતા. ઉપપ્રમુખ તરીકે સતત ત્રીજા વર્ષે અપૂર્વ દેસાઈ એ હેટ્રીક જીત નોંધાવી હતી. બીજા ઉપપ્રમુખ પદ માટે રૂપેશભાઈ શાહ વિજેતા બન્યા હતા. સેક્રેટરી તરીકે મેહુલ એમ. પટેલને કુલ ૨૬૯ મતો અને રશ્મિબહેન એસ. હળપતિ ને કુલ ૧૧૬ મતો મળ્યા હતા મેહુલ પટેલની ૧૦૩ મતો થી વિજેતા બન્યા હતા, અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હિતેશ બી કાનગુડે એક માત્ર ઉમેદવાર હોઈ બિનહરીફ જાહેર કર્યા છે.જ્યારે મહિલા રિપ્રેસેંન્ટેટીવના હોદ્દા માટે વર્ષાબેન જી સપકાર ને કુલ ૨૧૭ મતો અને વર્ષાબેન એમ રાઠોડ ને કુલ ૨૧૫ મતો મળ્યા હતા, માત્ર બે (૨) મતો થી સપકાર વર્ષાબેન વિજેતા બન્યા હતા. ચૂંટણી કામગીરી માટે સિનિયર એડવોકેટ સી.પી.નાયક રાકેશભાઈ આર.પરદેશી અને કલ્પના એ તિવારીની નિમણૂક કરવામાં આવી છે. વિજેતા નવા હોદ્દેદારોને વકીલ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)