
લુખ્ખા તત્વોનો અડ્ડો બનેલો માર્ગ, તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોએ ઉઠાવ્યું વલણ
નવસારી, પ્રતિનિધિ અહેવાલ – આરીફ શેખ:
નવસારી રેલવે સ્ટેશનના અંડરગ્રાઉન્ડ પેસેજમાં રાત્રિના સમયમાં ગાઢ અંધારું રહે છે, જેને કારણે આ માર્ગ ખાસ કરીને મહિલાઓ માટે જોખમપૂર્ણ બની ગયો છે. આ અંડરપાસ રાત્રે લોકલ લફંગા તત્વો માટે અડ્ડો બની ગયો છે, જેને કારણે અવરજવરમાં મહિલાઓ અને વૃદ્ધો ડરી જાય છે.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ, અહીં કોઈ પણ પ્રકારની લાઈટિંગની સુવિધા ઉપલબ્ધ નથી. એથી આ માર્ગમાં રાત્રે ચાલવું ઘાટક સાબિત થઈ શકે છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે રાત્રે અંડરપાસમાંથી પસાર થવું દુઃસાહસ સમાન બની ગયું છે.
તેઓએ તંત્ર સમક્ષ ફરીયાદ પણ નોંધાવી છે પરંતુ અત્યાર સુધી કોઈ દૃઢ પગલાં લેવાયા નથી.
સ્થાનિકોની માંગ:
- અંડરગ્રાઉન્ડમાં તાત્કાલિક લાઈટની વ્યવસ્થા કરવામાં આવે
- સુરક્ષા માટે CCTV કેમેરા અને પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે
- મહિલાઓ અને વૃદ્ધોની સુરક્ષા માટે તંત્ર ગંભીરતાથી પગલાં ભરે
જોકે તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ છે, અને જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જવાબદારી નક્કી કરવાની માંગ ઊઠી છે.