નવસારી: રોયલ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શિક્ષક તાલીમ વર્કશોપનું સફળ આયોજન

નવસારીશહેરની દારુલ ઉલુમ અનવારે રઝા ટ્રસ્ટ સંચાલિત રોયલ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે શિક્ષકો માટે ખાસ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ નવસારી દ્વારા તારીખ 21 અને 22 જૂનના રોજ યોજાયેલા આ વર્કશોપમાં શિક્ષકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી તાલીમ આપવામાં આવી.

આ કાર્યશાળામાં ટ્રેનર તરીકે રેખાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય શ્રીમતી નાહીદ આસિફ હિંગોરા તથા શાળાના તમામ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વર્કશોપ દરમિયાન શિક્ષકોને વર્ગ વ્યવસ્થાપન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થી સંબંધી મુદાઓને સરળ રીતે હલ કરવાની કારગર રીતો સમજાવવામાં આવી હતી. શિક્ષકોની શૈક્ષણિક શંકાઓનું નિરાકરણ પણ ટ્રેનરે વિસ્તૃત રીતે કર્યું હતું.

શાળા પરિવાર તરફથી લાયન્સ ક્લબના પ્રમુખ લાયન પિંકલ ગાંધી, પ્રોજેક્ટ ચેરપર્સન લાયન રાજેશ્રીબેન ખરાડી તથા સમગ્ર લાયન્સ ક્લબના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ: આરીફ શેખ , નવસારી