નવસારી શાંતાદેવી રોડ વિસ્તારમાં NMC અને પોલીસ બંદોબસ્ત સાથે લારી ગલ્લા પાથરણાં વાળાઓના મુખ્ય માર્ગ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા..

નવસારી શહેર હવે મહાનગરપાલિકા બન્યું છે ને એક મહિનો અને 19 દિવસ વીતી ચૂક્યા છે ત્યારે નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાના વેપારી હોય કે મોટા વેપારી હોય તેમના દ્વારા મુખ્ય રોડ પર દબાણ કરવામાં આવતું હોય છે ત્યારે મહાનગર પાલિકા થતાં જ નવનિયુક્ત કમિશનર દેવ ચૌધરી દ્વારા સર્વે કર્યા બાદ તમામ જગ્યાઓ પરથી લારી પાછળના વાળાઓને દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નવસારી શહેરમાં એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવતા હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે,

ત્યારે એક મહિના અને 19 દિવસથી અનેક વિસ્તારોમાંથી દબાણ હટાવવામાં આવ્યું છે ત્યારે આજરોજ શાંતાદેવી રોડ વિસ્તારમાં ત્યાંના સ્થાનિકો દ્વારા એક અરજી કરવામાં આવી હતી અને ત્યાં આજે લારી પાથરણા વાળાઓ દબાણ કરીને બેઠા છે NMC ના અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત રાખી તેમને હટાવવામાં આવ્યા હતા અને મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો સાથે જ નવસારી શહેરમાં મોટા બજાર હોય ચાંદની ચોક જેવા અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દુકાનદારો દ્વારા ગેરકાયદેસર વોર્ડ તેમજ બહાર એંગલો મૂકી જગાને ઉપયોગ કરતા હોય છે ત્યારે સ્પષ્ટ કહી શકાય કે નવસારી શહેરમાં ગરીબો પર જ અત્યાચાર થઈ રહ્યો હોય અને આવા મોટા દુકાનદારોને છાવરતા હોય તેવું નવસારી શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

અહેવાલ : આરીફ શેખ (નવસારી)