નવસારી હાઈવે રોડના પરથાણ થી વેસ્મા ચાર રસ્તાને જોડતો સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ બેફામ ચાલી રહેલા ઓવરલોડ ચાલતા ટ્રક

૧૨ હાઈવા ડમ્ફર સામે નવસારી આરટીઓ શિક્ષણાત્મક કાર્યવાહી કરી રૂ ૨.૪૪. લાખનો દંડ વસૂલી કરવામાં આવ્યું

નવસારી હાઈવે રોડના પરથાણ થી વેસ્મા ચાર રસ્તા ને જોડતો સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ બેફામ ચાલી રહેલા ઓવરલોડ ચાલતા ટ્રક ૧૨ હાઈવા ડમ્ફર સામે નવસારી આરટીઓ શિક્ષણાત્મક કાર્યવાહી કરી રૂ ૨.૪૪. લાખનો દંડ વસૂલી કરવામાં આવ્યું છે નવસારી રોડ પર આવેલા ગામોમાં આજકાલ માટી ખુદાણની પ્રવૃતિ ઓ જોરશોર થી શરૂ થઈ ચૂકી છે

જેમાંથી ખોદાયેલી માટી ડમ્પર ભરીને પરથાણ ગામ થી વેસ્મા ચાર રસ્તા તરફ રોંગ સાઈડ સર્વિસ રોડ ઉપર જતા અકસ્માતની શક્યતા ઉપરાંત રોડ ને પણ નુકસાન થઈ ની લોકો દ્વારા ફરિયાદો ઉઠી છે બીજી તરફ હાલમાં નવસારી આરટીઓ દ્વારા માર્ગ સલામતી મહિનાની ઉજવણી નિમિત્તે ટ્રાફિક નિયમન અંગેના જન જાગૃતિના કાર્યક્રમો ઉપરાંત કાયદાનો સરેઆમ ભંગ કરનાર આ માટીના ડમ્પર ચાલકો સામે કાર્યવાહી થાય એવી લોગોની માંગ ઉઠવા પામી હતી જેમા આરટીઓ અધિકારી ની સૂચના અનુસાર નવસારી આરટીઓ ઇન્સ્પેક્ટર ડી .એન. ઓડેદરા એસ.પી રાવત ડી.કે રાદડીયાની ટીમ પરથાણ થી વેસ્મા તરફ જતા ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ટ્રક ૧૨ જેટલી હાઈવા ટ્રક સામે લાલ આંખ કરી ૨.૪૪ લાખ દંડ વસૂલ્યો અને વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા


અહેવાલ: બ્યુરો રિપોટ (નવસારી)