નવસારીમાં લુંસીકુઈ સરબતીયા તળાવ થી ટેકનિકલ સ્કૂલ સુધી વરસાદી બોક્ષ ગટરને સાફ-સફાઈ કરવા માટે આપ્યું NMC ને આપ્યું આવેદન પત્ર!

નવસારી લુંસીકુઈ શરબતિયા તળાવ થી ટેકનિકલ સ્કૂલ સુધી આશરે 3×8 ની બોક્સ વરસાદી ગટર આવેલ છે જે ઘણી પહોળી અને ઊંડી છે હાલમાં એ ગટરમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી થઈ રહી છે સાથે આ ગટરને કંઈ કેટલા વર્ષોથી સફાઈ કરવામાં નથી આવી સરબતીયા તળાવથી ટેકનિકલ સ્કૂલ સુધીના આ બોક્સ ગટર ઉપર ઘણા બધા એપાર્ટમેન્ટ આવેલ છે જેમણે આ ગટરો ના ઢાંકણો ઉપર દબાણ ઊભું કરી અને એ ગટરોને બંધ કરવાની કોશિશ કરેલ છે એપાર્ટમેન્ટ અને દુકાનોના દબાણના કારણે આ ગટર દેખાતી નથી એપાર્ટમેન્ટ દુકાનોએ આ બોક્સ ગટર ઉપર દબાણ કર્યું છે એ તમામ દબાણને દૂર કરી અને ગટરને સાફ-સફાઈ કરવામાં આવે જેથી કરીને વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરવાની સમસ્યા ન રહે ગત વર્ષે કંસારવાડ થી મોટાબજાર વિસ્તારોમાં બોક્સ ગટરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા હાલમાં એ વિસ્તારોમાં કોઈ પાણી ભરવાની સમસ્યા નથી


છેલ્લા ઘણા વર્ષોથી આ બોક્સ ગટર સરબતીયા તળાવથી ટેકનિકલ સુધી મોટી અને ઊંડી ગટર છે આ ગટરમાં સરબતીયા તળાવ નું ઓવરફલો પાણી, ગુલાબદાસ વાડી, સાદાત સ્ટ્રીટ, અરવિંદ નગર સોસાયટી, વિરાટ એપાર્ટમેન્ટ, અંબિકા નગર દરગાહ રોડ, સિંધી કેમ્પ રોડ જેવા અનેક સોસાયટી અને એપાર્ટમેન્ટ ના વરસાદી પાણી જાય છે આજ સુધી અહીં પાણી ભરાવાનો કોઈ બનાવ બન્યો નથી પરંતુ હાલમાં થોડા સમયથી એપાર્ટમેન્ટ, દુકાનો ના આગળ આવેલ બોક્સ વરસાદી ગટરો ઉપર દબાણના કારણે હવે એમ લાગી રહ્યું છે કે આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા આવી શકે એમ છે


સાથે વિશે જણાવવાનું કે હાલમાં જે પ્રજાપતિ થી અંબિકા ચોક સુધીની દોઢ ફૂટ જેટલી પાઇપ નાખી લાઈન નાખવામાં આવી છે જેને વિરાટ એપાર્ટમેન્ટ સુધી લઈ જવામાં આવેલ છે પરંતુ વિરાટ એપાર્ટમેન્ટની સામે જ 3×8 જેટલી મોટી બોક્સ ગટરો છે જે નવી વરસાદી પાણી નિકાલ માટે જે 1.5 ફૂટ પાઇપ હમણાં હાલમાં વાપરેલ છે એનાથી ચાર ગણી મોટી અને ઊંડી આ ગટર છે તે માત્ર સાફ-સફાઈ કરવાની જરૂર છે આજ સુધી કોઈપણ દિવસે આ વિસ્તારમાં વરસાદી ભરાયું નથી આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે અને મીલી ભગતના કારણે આ પ્રજાપતિ થી અંબિકા ચોક સુધીની લાઈન નાખવામાં આવેલ છે સ્થાનિકો જે વર્ષો થી રહેતા આવેલ છે જેમની સખત મનાઈ વિરોધ હોવા છતાં આ લાઈનો નાખવામાં આવેલ છે જેની આપ સાહેબ નોંધ લેશો અને વહેલી તકે સરબતિયાં તળાવથી ટેકનિકલ સુધીની પહોળી અને ઊંડી બોક્સ ગટર ઉપરના દુકાનો એપાર્ટમેન્ટ ના સામેના વરસાદી ગટરો ઉપરના દબાણો દૂર કરી અને એને સાફ-સફાઈ કરવાની સ્થાનિકોએ માંગ કરી