નવસારી:
નવસારી શહેરના અંબિકા ચોકથી પ્રજાપતિ વિસ્તારમાં વરસાદી લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આ કામ દરમિયાન MNC કંપની દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી છે. કંપનીના સુપરવાઈઝર સાઈટ પર હાજર ન હોવાના કારણે અનેક સ્થળોએ પીવાના પાણીની પાઈપલાઇન તૂટી ગઈ છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, પાણીની પાઈપલાઇન તૂટી જતા નળમાંથી આવતું પાણી હવે મટિયાળ અને ગંદું આવી રહ્યું છે. શહેરીજનો તકલીફમાં મુકાયા છે અને સ્વચ્છ પીવાના પાણી માટે તેમને ભટકવું પડી રહ્યું છે.
નાગરિકોનો ગુસ્સો ફાટી નિકળ્યો:
અંદાજ વગર અને સુપરવિઝન વિના શરૂ કરાયેલા કામ સામે લોકોને ભારે નારાજગી છે. ચેતવણી આપી હોવા છતાં પાઈપલાઇન તોડી નાખવામાં આવી છે અને પાણીમાં મટી જવા પામ્યું છે. જેના કારણે આરોગ્યને પણ ખતરો છે.
પ્રશાસન મૌન ધારી બેઠું:
હજુ સુધી ન તો પાલિકા તરફથી કે ન તો MNC કંપની તરફથી કોઈ જવાબદાર રજૂ થયો છે કે તૂટી ગયેલી પાઈપલાઇનની યોગ્ય રીતે મરામત શરુ કરવામાં આવી હોય. શહેરીજનો હવે માંગ કરી રહ્યા છે કે જવાબદાર સામે પગલા લેવામાં આવે અને તાત્કાલિક સ્વચ્છ પાણીની વ્યવસ્થા પુનઃ સ્થપિત કરવામાં આવે.
હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને મુક્તિ આપે છે કે નહીં…
અહેવાલ : આરીફ શેખ, નવસારી