નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફેફસાની સારવારનો વિભાગને કિડની બિલ્ડિંગના ૮માં માળે ખસેડાયો

સુરત:

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં J3 અને J4 માં કાર્યરત ફેફસાની સારવારનો વિભાગ (રેસ્પિરેટરી મેડિસિન ડિપા.) હવે કિડની બિલ્ડિંગના ૮માં માળે 8C અને 8D ખાતે ખસેડાયો છે. જો કે ચેસ્ટ વિભાગની OPD ૧૧ નંબરમાં યથાવત રખાઇ છે.

આ અંગે વિગતો આપતા ટીબી-ચેસ્ટ વિભાગના વડા ડૉ.પારૂલ વડગામાએ જણાવ્યું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ નવી જગ્યા ખાતે ખસેડાયેલા રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં સ્ત્રી અને પુરુષની T.B.ની સારવાર માટે ૨૦-૨૦, ચેસ્ટના સ્ત્રી-પુરુષના દર્દીઓ માટે ૨૦-૨૦, આઈ.સી.યુ માટે ૬ તેમજ અતિ ગંભીર T.Bના દર્દીઓ માટે ૧૦ મળી કુલ ૯૬ બેડની સુવિધા છે. સાથે જ બ્રૉન્કોસ્કોપી, સ્લીપ સ્ટડી, રિસર્ચ, TB નોડલ સેન્ટર સહિતના અલગ રૂમ બનાવાયા છે. રૂમ નં.૧૧માં જ કાર્યરત ઓપીડીમાં ગળફાનો રિપોર્ટ, સ્પેશિયલ જીન રિપોર્ટ, શ્વાસ, કાર્ડિયોગ્રામના રિપોર્ટ સહિત ઇમરજન્સી ઇન્જેક્શનની સારવાર ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)