જૂનાગઢઃ
ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય અજેન્દ્ર પ્રસદજી મહારાજના 75 માં પ્રાગટય ‘ અમૃત મહોત્સવ ‘ વર્ષ અંતર્ગત અનેક સેવાકીય અને લોક ઉપયોગી પ્રવુતિઓ કરવામાં આવી રહી છે.
આજરોજ કેશોદ નાં માંગરોળ રોડ પર મીરા મેડિકલ પાસે નિઃશુલ્ક પક્ષીઓને પીવાના પાણીનાં કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ નાં પ્રમુખ ઘનશ્યામ પટોડીયા, જીતુ ગોટેચા, ભીખુભાઈ ગોટેચ નાં અથાગ પ્રયત્નોથી નહીં નફો નહીં નુકસાન ના ધોરણે રાહત ભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવા ચોપડાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
હાલ સ્કૂલો ખુલવાના સમયે રાહત ભાવે નોટબુક વિતરણ પણ કરવામાં આવેલ હતું..
આ ટિમ દ્વારા લોક ઉપયોગી કર્યો કાયમી થતા જ રહેતા હોય ત્યારે કેશોદ ના લોકો હાલ ની ગરમી એટલી ભયંકર રૂપ ધારણ કરી રહી હોય ત્યારે પક્ષી ઓ ની પણ ચિંતા કોઈ કરનાર હોય તો આ ટિમ જે ધન્યવાદ ને પાત્ર છે અને આ સરાહનીય કાર્ય ને કેશોદ ના સમસ્ત લોકો એ વધાવ્યું હતું કે હાલ માં પક્ષી ઓ ને પાણી માટેની પણ ચિંતા કરનાર કોઈ છે ..
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)