ભાવનગર: શહેરમાં નાસતા ફરતા ગુનેગારોને ઝડપી લેવા ભાવનગર રેન્જના આઈ.જી.પી. ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુન્હામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી વેટાલ વાસુભાઈ વ્યાસને ભાવનગર SOGની ટીમે ઝડપી પાડ્યો છે.
SOGના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા તથા પો. ઇન્સ્પેકટર જે.ડી. બારોટના માર્ગદર્શન હેઠળ ASI જયરાજસિંહ જાડેજા, વિજયસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા, રાધવેન્દ્રસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, યોગીનભાઈ ધાંધલ્યા તથા ડ્રાઇવર કોન્સ્ટેબલ પ્રતાપસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે જેલ રોડ વિસ્તારેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આરોપી વેટાલ વાસુભાઈ વ્યાસ, રહે. કુંભારવાડા, ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં. 11198001250218/2025 BNS કલમ 118(1), 115(2), 352, 351(3), 54 તથા GP Act કલમ 135ના ગુન્હામાં સંડોવાયેલો હતો.
આ કાર્યવાહી દ્વારા પોલીસ વિભાગે ફરી એકવાર નાસતા ફરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ આપી છે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર