નોબલ યુનિવર્સિટી, જૂનાગઢમાં “સ્ટુડન્ટ ઓફ ધ યર – 2025” માટે 3 દિવસીય સ્પર્ધાનું ભવ્ય આયોજન.

જૂનાગઢ, તા. ૨૪/૦૯/૨૦૨૫ – નોબલ યુનિવર્સિટીએ તા. ૨૫ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન “સ્ટુડન્ટ ઓફ ધ યર – 2025” (SOTY 2025) નામની ભવ્ય સ્પર્ધાનું આયોજન કર્યું છે.

ત્રિદિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રતિભા, નવીનતા, મેનેજમેન્ટ સ્કિલ્સ, લીડરશીપ અને ટીમ સ્પિરિટને પ્રોત્સાહન આપવાનો છે. આ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે માત્ર એક કોમ્પિટિશન નહીં, પરંતુ ભવિષ્ય માટેનો વિકાસ મંચ સાબિત થશે.

સ્પર્ધાના મુખ્ય મુદ્દાઓ

  • કુલ 18 ઇવેન્ટ્સ, જેમાં ફિલ્મી ફાઇનાન્સ, બુક રિવ્યૂ, ક્રિએટિવ ડિજિટલ કેમ્પેઇન, સ્ટાર્ટઅપ આઇડિયાઝ, ડીબેટ, બિઝનેસ કેસ સ્ટડી, એડ મેડ શો, નૂક્કડ નાટક, ટ્રેડિંગ ટાઇટન્સ, કોર્પોરેટ વોક, CPPD, પોસ્ટર ડિઝાઇનિંગ, મેનેજમેન્ટ ગેમ્સ, ધ કેસ ગેલેરી અને રીલ ટુ રિટેલનો સમાવેશ.

  • ૨૫૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ૮૦૦ ઇવેન્ટ્સમાં પોતાની પ્રતિભા રજૂ કરશે.

  • શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને “સ્ટુડન્ટ ઓફ ધ યર 2025” નો ખિતાબ અને વિશેષ પુરસ્કાર એનાયત થશે.

  • ટોપ ૩૦ સ્કોરર્સને સુપર-30 રાઉન્ડમાં પ્રવેશ મળશે.

લક્ષ્ય અને લાભ

વિદ્યાર્થીઓ આ ઇવેન્ટ્સ દ્વારા:

  • બિઝનેસ દુનિયાની વાસ્તવિક પરિસ્થિતિઓને સમજશે

  • ફાઇનાન્સ અને મેનેજમેન્ટની ગૂંચવણો સરળ રીતે શીખશે

  • ટીમ વર્ક અને લીડરશીપ કૌશલ્ય વિકસાવશે

  • ક્રિએટિવ આઇડિયાઝને પ્રેક્ટિકલ રીતે રજૂ કરવાની તક મળશે

સંસ્થાનાં પ્રતિનિધિનો પ્રતિભાવ

આ આયોજન બદલ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા, કુલપતિ ડૉ. એચ. એન.ખેર, રજિસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટી દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

📍 અહેવાલ – નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ