વડોદરા
પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તે માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં આવી હતી કે આ ધટના માટે CID અથવા SIT ની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
કોટના ખાતે તાજેતરમાં જ પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તેમજ રેતી ખનનના માફિયાઓ સુધી પહોંચીને આ સિન્ડિકેટ નો પર્ડોફાસ કરવા વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે પત્રકારો પર થતા હુમલા તત્કાલિક રોકવા જોઈએ તેમજ રેતી ખનન માફીઆ ઉપર સરકાર પોતાનો સિકાંજો મજબૂત કરે અને પોલીસ તંત્ર આવા રેતી ખનન માફીઆઓની સિન્ડિકેટ છે તેઓ સુધી પહોંચી તેઓને જેલ હવાલે કરે તેવી રજૂઆત અને આવેદનપત્ર લઇ આજરોજ વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકારો પર થતા હુમલાને કડા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો.
અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)