પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોને સમીપ દર્શન આપ્યા.

જૂનાગઢ

આજ આઠમી ઓક્ટોબરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંગળ પ્રભાતે પોતાની પ્રાતઃ પૂજા નાં દર્શન સભા સ્થળે આપ્યા હતા. આજે પોરબંદર , ધોરાજી, ઉપલેટા વગેરે ગ્રામ્ય વિસ્તારનાં હરિભક્તો નો દર્શનનો વારો હોવાથી તે વિસ્તારોના યુવકોએ મહંત સ્વામી મહારાજની પૂજા દરમિયાન સુંદર કીર્તનો ગાયાં હતાં. બાળકોએ સત્સંગના બોધ વચનોનો મુખપાઠ રજૂ કર્યો હતો.

આજના સાયં કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારમાં વિચરતા પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામીના ધોરાજી, ઉપલેટા, માણાવદર, પોરબંદર વગેરે ગ્રામ્ય વિસ્તારોનાં બી.એ. પી.એસ સત્સંગ મંડળના પુરુષ- મહિલા તમામ હરિભક્તો માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાં સમીપ દર્શનનો લાભ રખાયો હતો. આશરે ત્રણ હજાર ઉપરાંત હરિભક્તો સમીપ દર્શન માટે ઉપસ્થિત હતા.

સહુ બાઈ ભાઈ હરિ ભક્તો માર્કીના સભા મંડપથી માંડીને બી.એ.પી.એસ વિદ્યા મંદિરના પથ તથા મંદિરના સંપૂર્ણ પથની કોરે દર્શનાર્થે બેસી ગયા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતાની કાચની કેબિન યુક્ત ગોલ્ફ કાર્ટમાં બિરાજમાન થઈને માર્કીના સભા મંડપથી લઈ છેક મંદિરના મુખ્ય પરિસર સુધી સૌ હરિભક્તો પર દ્રષ્ટિપાત કરતા સ્મિત વદને ધીરે ધીરે પસાર થયા હતા. સૌ પર આશીર્વાદ વરસાવ્યા હતા. જુનાગઢ શહેરના કેટલાક અગ્રણી મહાનુભાવો પણ દર્શને હાજર રહ્યા હતા.એક અદભુત દિવ્ય માહોલ પરમ પૂજ્ય મહંત સ્વામીનાં સાંનિધ્યમાં રચાઈ ગયો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)