પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 : ગીરસોમનાથના નિશાંત મહેતા સહિત પર્યાવરણ પ્રેમીઓનું ગાંધીનગર ખાતે સન્માન

સ્થળ: ગાંધીનગર
તારીખ: 27/04/2025
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ

ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં, માધવ ચેરીટેબલ ટ્રસ્ટ અને બહ્મ સમાજ, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનમાં વિશિષ્ટ યોગદાન આપનાર 20 જેટલા પર્યાવરણ પ્રેમીઓને સિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ અવસરે ગીરસોમનાથ જિલ્લાના સંયોજક મહેતા નિશાંતભાઈ એમ. નું પણ સન્માન કરવામાં આવ્યું.

વિશિષ્ટ મહેમાન તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદની સચિવ પુલકિતભાઈ જોશી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, તેમજ જીસીઇઆરટી સચિવ એસ.જે. ડુમરાણીયા હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમની ખાસિયતો:

  • રાજ્યભરમાં પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, જળસંચય, પ્લાસ્ટિક મુક્તિ, ઉર્જા બચત અને જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા પ્રયાસો કર્યા.
  • સમાજમાં પર્યાવરણ જાગૃતિ લાવવાના હેતુથી રાજ્યસ્તરીય વિશિષ્ટ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.
  • પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરીને પ્રકૃતિના સંવર્ધન માટે અભૂતપૂર્વ પહેલ કરાઈ.

આ કાર્યક્રમમાં સન્માન પામેલા તમામ પર્યાવરણ પ્રેમીઓને ઉંચા મનોભાવ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા.