પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા ભાવનગર ડિવિઝનને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ એનાયત કરવામાં આવ્યા છે ત્રણ શીલ્ડ
🚂 ભાવનગર ડિવિઝનને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ત્રણ શીલ્ડ એનાયત કરવામાં આવી છે.
💪 પડકારોનો સામનો કરવા હંમેશા તત્પર રહેતા પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને ઓળખવા માટે દર વર્ષે આવા એવોર્ડ આપવામાં આવે છે.
🌟 2023-24 માટે મળેલા એવોર્ડ્સ:
- 🏆 બેસ્ટ ઇમ્પ્રૂવમેન્ટ શીલ્ડ
- ⚙️ સ્ક્રેપ મોબિલાઇઝેશન શીલ્ડ
- 💡 ઉર્જા દક્ષતા શીલ્ડ (6 મહિના માટે)
આ તમામ શીલ્ડ અશોક કુમાર મિશ્ર દ્વારા ડિવિઝનલ રેલ્વે મેનેજર રવિશ કુમારને પ્રદાન કરવામાં આવી છે.
👏 ડિવિઝનલ રેલ્વે મેનેજર રવિશ કુમાર એ ડિવિઝનની તમામ કર્મચારીઓને સંગઠનાત્મક લક્ષ્યોને હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી ભવિષ્યમાં વધુ શીલ્ડ મળે અને દેશના ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવી શકાય.
📰 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)