પશ્ચિમ રેલ્વે દ્વારા બાંદ્રા – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનને વલસાડ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ

જૂનાગઢ, તા. ૦૭:
પશ્ચિમ રેલ્વેએ યાત્રીઓની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનને વલસાડ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે.

ભavnગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ બદલાવની વિગતો છે:

  • ૦૮ મે, ૨૦૨૫ થી ભાવનગર ટર્મિનસથી ચાલતી ટ્રેન નં. ૦૯૨૦૮ (ભાવનગર – બાંદ્રા સ્પેશિયલ) વલસાડ સ્ટેશન પર ૦૨.૧૪ વાગ્યે પહોંચી અને ૦૨.૧૬ વાગ્યે રવાના થશે.
  • ૦૯ મે, ૨૦૨૫ થી બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નં. ૦૯૨૦૭ (બાંદ્રા – ભાવનગર સ્પેશિયલ) વલસાડ સ્ટેશન પર ૧૨.૫૨ વાગ્યે પહોંચીને ૧૨.૫૪ વાગ્યે રવાના થશે.

આ માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર વધુ જાણકારી મેળવી શકે છે.

અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ