
વડોદરા, વાઘોડિયા – ૨૫ એપ્રિલ ૨૦૨૫
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા નિર્દોષ લોકો ઉપર થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં શોક અને રોષનો માહોલ છે. એ અન્વયે વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે હિંદુ સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આંતકવાદીનું પૂતળા દહન કરીને પ્રતિકાર નોંધાવ્યો હતો.
રેલીનું વિસતૃત વર્ણન:
હિંદુ સમાજ દ્વારા વાઘનાથ મહાદેવ મંદિરથી રેલી નીકળી જે મેઈન બજાર વિસ્તાર, ડેપો રોડ માર્ગે પસાર થઈને જય અંબે ચાર રસ્તા સુધી પહોંચી હતી. ત્યાં તમામ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો નીચે બેસી ગયા અને શ્રી રામના નારા સાથે હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવ્યો.
શહીદોને શ્રદ્ધાંજલિ:
મૃતકો માટે મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ આતંકવાદીઓના પૂતળાનું દહન કરીને પાકિસ્તાન મુર્દાબાદ અને હિંદુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા.
સુરક્ષા વ્યવસ્થા:
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વાઘોડિયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો.
અહેવાલ: મુકેશ પરમાર, વાઘોડિયા