
કરજણ (વડોદરા) :
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા દયનિય આતંકી હુમલામાં 25થી વધુ નિર્દોષ ભારતીયો અને પર્યટકોના મોતની દુઃખદ ઘટના સામે સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે.
આ ઘટનાને લઈ વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી શહીદો અને નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
નવાબજાર વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિરમાંથી કેન્ડલ માર્ચ શરૂ કરી, સરદાર પટેલ ચોક સુધી આવી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કેન્ડલ روشن કરી મૌન પાળવામાં આવ્યું હતું અને મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ, કરજણ શહેર પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, યુવા મોરચા ભાજપ પ્રમુખ પ્રણવસિંહ અટાલિયા, કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ સ્નેહલ પટેલ, કરજણ પાલિકા કોર્પોરેટર ઉર્વશીબા સિંધા, જ્યોતિબા ચાવડા, વડોદરા જિલ્લા ભાજપ મંત્રી અમરીશભાઈ પંડિયા સહિત મોટી સંખ્યામાં યુવા મોરચા કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
બાઈટ્સ :
- વિમલભાઈ ભટ્ટ (કરજણ શહેર ભાજપ પ્રમુખ)
- જયદીપસિંહ (કરજણ તાલુકા ભાજપ પ્રમુખ)
અહેવાલ: મનોજ દરજી, કરજણ