◆ પાઇલોટની સતર્કતાથી ટ્રેનની અડફેટે આવતા એક સિંહનો બચાવ
◆ ભાવનગર ડિવિઝનના લોકો પાઇલોટની સતર્કતાને કારણે એક સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવામાં આવ્યો.
◆ ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો અને વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
◆ મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની રાખી રહ્યા છે.
◆ હાલના નાણાકીય વર્ષ 2024-25માં, ભાવનગર રેલવે મંડળના લોકો પાઇલોટ અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી અત્યાર સુધીમાં કુલ 158 સિંહોના જીવ બચાવાયા છે.
◆ 24.03.2025 (સોમવાર)ના રોજ, લોકો પાઇલોટ ચંદન કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) અને વરિષ્ઠ સહાયક પાઇલોટ રઠોર કેતન (મુખ્યાલય-જૂનાગઢ) દ્વારા સાસણ ગીર – કાંસિયાનેશ સેક્શનના કિ.મી. સં. 114/4-114/3 વચ્ચે એક સિંહને રેલવે ટ્રેક પર ચાલતા જોવામાં આવ્યો.
◆ ટ્રેન નં. 52951 દેલવાડા-જૂનાગઢ પેસેન્જર ને તરત જ ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી.
◆ પાઇલોટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને તુરંત જાણ કરવામાં આવી, અને ફોરેસ્ટ ટ્રેકર રાજેશ રાઠૌરે ટ્રેક ક્લિયર કર્યો.
◆ પરિસ્થિતિ સામાન્ય થતા, ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પાઇલોટને પ્રસ્થાન માટે સંકેત આપવામાં આવ્યો અને ત્યારબાદ ટ્રેનને સુરક્ષિત રીતે ગંતવ્ય તરફ લઈ જવામાં આવી.
◆ ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)