પાઈવેટ હોસ્પિટલમાં અધૂરા મહિને જન્મેલા બે જુડિયા બાળકોને હદય તેમજ શ્વાસ લેવામાં તકલીફના લીધે પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલમાં 15 દિવસની લાંબી સારવારના અંતે બન્ને ટ્વીન બાળકોને નવજીવન અપાયું..

પાલનપુર

પાલનપુર તાલુકાના રણાવાસ ગામે ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 22 વર્ષીય માજીરાણા સંગીતાબેનને અધૂરા માસે પેટના ભાગે પ્રસૂતિની પીડા થતાં તાત્કાલિક તેઓ પોતાના પ્રાઈવેટ વાહન મારફતે પાલનપુર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જોકે સારવાર દરમિયાન નોર્મલ ડિલિવરીમા બે જુડિયા દીકરાઓનો જન્મ થયો હતો. જન્મ થતાંની સાથેજ બન્ને બાળકોની તબિયત સારીના હોવાથી પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે દાખલ કરી પ્રથમ જન્મેલા બાળકની હદયની સોનોગ્રાફી કરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે બાળકને હદયની ગંભીર બીમારી હોવાથી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. તાજા જન્મેલા પ્રથમ બાળકનું વજન 1.5 કિગ્રા તેમજ બીજા બાળકનું વજન 1.7 કિગ્રા સાથે બન્ને બાળકોને માતાએ જન્મ આપ્યો હતો. જન્મના થોડાક કલાકો પછી પ્રથમ જન્મેલા બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેમજ બીજા બાળકને પણ શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સાદા ઓક્સિજન પર રાખી સારવાર હાથ ધરવામાં આવી હતી.

ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબ અને મધ્યમ પરિવારને મોંઘીદાટ સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં પરવડે તેમ ના હોવાથી આખરે પરિવાર પલભરની રાહ જોયા વગર પાલનપુર ખાતે આવેલી જનરલ સિવિલ હોસ્પિટલના એન. આઈ. સી. યુ ખાતે બન્ને બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ લવાયા બાદ બન્ને બાળકોના અગાઉના સોનોગ્રાફી સહિતના રિપોર્ટ તપાસ કરી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે પ્રથમ નંબરના બાળકને વેન્ટિલેટર તેમજ બીજા બાળકને સાદા ઓક્સિજન પર રાખી પ્રથમ નંબરનું બાળક વધારે બીમાર હોવાથી વેન્ટિલેટર ઉપર રાખી હદયની બીમારીને લગતા ઇન્જેક્શનો ચાલુ કરવામાં કરાયા હતા.જોકે સાત દિવસની સફળ સારવારના અંતે પ્રથમ નંબરના બાળકને વેન્ટિલેટર ઉપરથી દૂર કરી માતાનું ઘાવણ ચાલુ કરવામાં આવ્યું હતું. બીજા નંબરના બાળકને પણ બે દિવસ સુધી સાદા ઓક્સિજન થી દૂર કરી માતાનું ધાવણ ચાલુ કરવામાં આવ્યું હતું. તાજા જન્મેલા બન્ને બાળકો સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે આ બન્ને બાળકો જીવિત રહેશે કે કેમ તે અંગે કહેવું ખૂબ મુશ્કેલ હતું ત્યારે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડો. એસ. કે રૉય ,ડો. સચિન પટેલ,ડો. એકતા પટેલ ડો. વર્ષા પટેલ સહિતની ડૉક્ટર તેમજ નર્સિંગ ટીમ દ્વારા ભારે જેહમત બાદ ૧૫ દિવસની લાંબી સફળ સારવારના અંતે બન્ને બાળકોને નવજીવન મળતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. ત્યારબાદ બંને નવજાત શિશુને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની જરૂરી તપાસ માટે પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોના તજજ્ઞ ડોક્ટરને બતાવવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.

અહેવાલ:- અયુબ પરમાર પાલનપુર