પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં Anti-Terrorism Day નિમિત્તે શપથ ગ્રહણ કરાયા.

બનાસકાંઠા

દર વર્ષે ૨૧ મે ના રોજ Anti-Terrorism Day નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે શપથ ગ્રહણ કરવામાં આવે છે. જે અંતર્ગત આજે કલેકટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલની અધ્યક્ષતામાં Anti-Terrorism Day નિમિત્તે કલેકટર કચેરીના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં Anti-Terrorism Day ના ભાગરૂપે આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ પણ શપથ લીધા હતા.

અહેવાલ :- ગૂજરાત બ્યુરો