પાલનપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ૭૦ લોકોને અસર, ૩૦ લોકોને સિવિલમાં કરાયા દાખલ.

પાલનપુર:

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 70 લોકોને તેની અસર થઈ છે જોકે હાલમાં 30 જેટલા લોકોને પાલનપુરથી સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. જેમાં એકની હાલત હાલમાં ગંભીર જણાઈ રહી છે.

પાલનપુરના માલણ દરવાજા નજીક આવેલા ભંગારના એક વાડામાં અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે નજીકના વિસ્તારમાં રહેતા 70 જેટલા લોકોને ગૂંગળામણની અસર થઈ થતા જ અફરાતફરી મચી હતી હાલમાં 30થી વધુ લોકોને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં જ્યાં એક દર્દીની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

સિલિન્ડર બ્લાસ્ટ થતા જ આસપાસની હવામાં બદલાવ સાથે લોકોને ઉલ્ટીઓ થવા લાગી હતી સ્થાનિકોએ કહ્યું કે અમને કાઈ ખબર પડે તે પહેલાં જ તબિયત ખરાબ થવા લાગી હતી હાલમાં સિવિલમાં પરિજનોને સારવાર માટે સિવિલમાં લઈ આવ્યા છીએ.

પાલનપુર સિવિલના સુપ્રિટેન્ડેન્ટે કહ્યું કે માલણ દરવાજા વિસ્તારમાં ભંગારના વાડામાં ગેસનો સિલિન્ડર ફાટ્યો અથવા લીક થતાં આજુબાજુ રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેમાં કુલ 70 જેટલા લોકોને અસર થઇ છે. જેમાંથી પાલનપુર સિવિલમાં અત્યારે 30 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે જેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)