પાલીતાણા – બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે “સમર સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન”, ટિકિટ બુકિંગ 16 મેથી શરૂ


ગર્મીની રજાઓ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા “સમર સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09009/09010 પાલીતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે. બુકિંગ માટે મુસાફરો 16 મે, શુક્રવારથી ટિકિટ રિઝર્વ કરી શકશે.

ટ્રેનનું શેડ્યૂલ:

  • ટ્રેન નં. 09009
    બાંદ્રા ટર્મિનસથી રવિવાર, 18 મે, 2025ના રોજ સાંજના 7:25 વાગે ઉપડે
    અને બીજા દિવસે સવારે 9:25 વાગે પાલીતાણા પહોંચશે.
  • ટ્રેન નં. 09010
    પાલીતાણાથી સોમવાર, 19 મે, 2025ના રોજ રાત્રે 8:30 વાગે ઉપડે
    અને બીજા દિવસે સવારે 10:45 વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

સ્ટોપેજ સ્થળો:
બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર ખાતે બંને દિશામાં ટ્રેન થંભશે.

કોચ પ્રકાર:

  • થર્ડ એસી ઇકોનોમી
  • એસી ચેર કાર

ટિકિટ બુકિંગ:
બુકિંગ 16 મે (શુક્રવાર)થી IRCTC ની વેબસાઇટ તેમજ તમામ PRS કાઉન્ટર પર ઉપલબ્ધ રહેશે.

મહત્વપૂર્ણ સુચના:
ટ્રેનના ચોક્કસ સમય, રોકાણ અને કોચના બંધારણ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ