“પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮ ( The Prevention of illicit Traffic in Narcotic Drugs an Psychotropic Substances Act-1988 ) મુજબ, એક ઈસમની અટકાયત કરી, વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી’’જૂનાગઢ એસ.ઓ.જી.

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા જૂનાગઢ જીલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને NDPS એકટ તળેનાં ગુનાઓ કરતાં ઇસમો વિરૂધ્ધ પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.જે અન્વયે જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ એસ.ઓ.જી.પોલીસ ઇન્સ.શ્રી પી.કે.ચાવડાનાઓને જુનાગઢ જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. પી.કે.ચાવડા, તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા NDPS એકટ તળેનાં ગુનાઓ કરતો ઇસમ અબ્દુલ ઉર્ફે યાસીન ઉર્ફે બકરાવાળો ગુલામહુસેન શેખ, ઉ.વ.૫૩, રહે. જુનાગઢ, નીચલા દાતાર, વાણંદ સોસા. તળાવના કાઠે વાળા વિરૂધ્ધ જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી મજકુર ઈસમની સદરહું ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં ગુન્હા આચરેલ હોય તેના વિરૂધ્ધ PIT, NDPS એક્ટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબ વ્યવસ્થિત દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી મારફતે અધિક પોલીસ મહાનિદેશક સાહેબ શ્રી, સી.આઇ.ડી.ક્રાઈમ, ગુજરાત રાજ્ય, ગાંઘીનગર નાઓ તરફ મોકલતા મજકુર ઇસમની PIT દરખાસ્ત મંજુર થતા મજકુર ઈસમને આજરોજ તા.૦૬/૧૨/૨૦૨૪ ના રોજ અટકાયત માં લઇ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે રવાનાં કરવામાં આવેલ છે.* PIT NDPS અન્વયે અટકાયત કરેલ ઈસમઃ-અબ્દુલ ઉર્ફે યાસીન ઉર્ફે બકરાવાળો ગુલામહુસેન શેખ, ઉ.વ.૫૩, રહે. જુનાગઢ, નીચલા દાતાર, વાણંદ સોસા. તળાવના કાઠે* આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુનાની વિગત-(૧) જૂનાગઢ સીટી એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૨૮૨/૨૦૧૮,NDPS એકટ ક. ૮(સી), ૨૦ (બી),૨૨ (૨) જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૨૧૭/૧૯ NDPS એક્ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯(૩) એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૩૦૬૩૦/૨૦૨૩ NDPS એકટ ક ૮(સી), ૨૦(બી), (૨), (બી), ૨૯* સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ.ઈન્સ. પી.કે.ચાવડા તથા પો.સબ ઇન્સ. એમ.વી.રાઠોડ તથા એ.એસ.આઇ રવિરાજસિંહ સોલંકી, એમ.વી.કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, રમેશભાઇ માલમ તથા પો.હેડ કોન્સ. પ્રતાપસિંહ શેખવા, અનિરૂધ્ધભાઇ વાંક, બાલુભાઇ બાલસ, તથા પો.કોન્સ. રોહીતભાઇ ધાધલ, ભુપતસિંહ સિસોદીયા, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, વિશાલભાઇ ઓડેદરા, વિગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)