પી.જી.વી.સી.એલ જૂનાગઢ દ્વારા મેળા દરમિયાન સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે સતત કામગીરી!

  • ૧૩૨ કેવી ભવનાથ સબ સ્ટેશનમાંથી નીકળતાં અંબાજી ફીડર દ્વારા સતત વીજ પુરવઠો શરૂ : રાઉન્ડ ધ ક્લોક ૩૩ ટીમ કાર્યરત
  • મેળા દરમિયાન અલગ અલગ ઉતારા માટે કુલ ૩૦ હંગામી વીજ જોડાણની કામગીરી : વીજ લાઈન બાબતે સતત તકેદારી
  • આકસ્મિક પરિસ્થિતિ માટે પી.જી.વી.સી.એલ સજ્જ, ફોલ્ટ સર્જાઇ તો તત્કાલ વૈકલ્પિક વીજ પુરવઠાની વ્યવસ્થા : કંટ્રોલ રૂમ સતત કાર્યરત

જૂનાગઢ, તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫

આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો ભૌતિક ઊર્જા થકી વિવિધ સુવિધા મેળવી શકે તે માટે પી.જી.વી.સી.એલ દ્વારા ભવનાથ તળેટીમાં વીજ વ્યવસ્થા માટે સુંદર સંકલન સાથે આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ ખૂબ છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેની વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જેમાં વિજળી વ્યવસ્થાપન મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.

પી.જી.વી.સી.એલ જૂનાગઢ દ્વારા મેળા દરમિયાન સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે ખાસ આયોજન કરાયું છે. ૧૩૨ કેવી ભવનાથ સબ સ્ટેશનમાંથી નીકળતા અંબાજી ફીડર દ્વારા સતત વીજ પુરવઠો ચાલુ છે. સાથે જ ૩૩ અલગ અલગ ટીમો રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે.

મેળા દરમિયાન વિવિધ ઉતારાઓ માટે કુલ ૩૦ હંગામી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, જે પૂર્ણ થવાના અંતિમ તબક્કે છે. વીજ લાઈન અને સુરક્ષાને લઈને સતત તકેદારી રાખવામાં આવી રહી છે.

સાંપ્રત વીજ વ્યવસ્થા અને તકેદારી

  • અંબાજી ફીડર સાથે ૫૬ વીજ ટ્રાન્સફોર્મર દ્વારા વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.
  • એચ.ટી. લાઈનો મુખ્યત્વે અંડરગ્રાઉન્ડ રાખવામાં આવી છે.
  • વિજ ફીડરની ૧૧ કેવી લાઈન અને સ્વીચ, જમ્પર્સ, ઓડી વગેરેની સંપૂર્ણ તપાસ અને સમારકામ કરવામાં આવ્યું છે.
  • જૂના ટ્રાન્સફોર્મરો બદલવા માટે કુલ ૫ નવા વીજ ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • લોખંડના થાંભલાના સંપર્કમાંથી અકસ્માત ટાળવા માટે પીવીસી કવર લગાવવામાં આવ્યા છે.
  • કુલ ૩ આર.એમ.યુ (Ring Main Unit)નું સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું છે.

ફોલ્ટ નિવારણ અને કંટ્રોલ રૂમ

  • આકસ્મિક પરિસ્થિતિ માટે પી.જી.વી.સી.એલ સજ્જ છે.
  • જો કોઈ ફોલ્ટ સર્જાય તો તત્કાલ વૈકલ્પિક વીજ પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • વિશેષ કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે જેથી તરત જ સમસ્યાનું સમાધાન થઈ શકે.

મેળા દરમિયાન કોઈપણ જાતનો વીજ વિક્ષેપ ન થાય તે માટે પી.જી.વી.સી.એલની વિવિધ ટીમો સતત કામગીરીમાં છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ