મહા સુદ નોમ, સવંત 2081 તા.6 /2/ 2025 ને ગુરુવારના રોજ પરમ પૂજ્ય સંત શિરોમણી ભક્તભૂષણ શ્રી શામજી બાપુની 42મી પુણ્યતિથિ નિમિત્તે સવારે 9:00 કલાકે સોનાપુર ખાતે પૂજ્ય સંત શ્રી શામજીબાપુ મંદિર ખાતે પૂજ્ય શામજીબાપુ ની મૂર્તિને સાલ ઓઢાડી ફૂલહાર કરી પૂજન કરી આરતી ઉતારવામાં આવેલ અને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ ત્યારબાદ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, દાતારોડ, જુનાગઢ ખાતે આવેલ શ્યામવાડીમા પણ પૂજ્ય શામજીબાપુ ની મૂર્તિને સાલ ઓઢાડી ફુલહાર કરી સંસ્થાના પ્રમુખશ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહિલ તથા જ્ઞાતિ અગ્રણીઓ સાથે શ્યામ મહિલા મંડળના પ્રમુખશ્રી તથા બહેનો દ્વારા આરતી ઉતારવામાં આવેલ,
ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, દાતાર રોડ, જૂનાગઢના ટ્રસ્ટીઓ, વિભાગીય પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, શ્યામ મહિલા મંડળના બહેનો તેમજ વિશાળ સંખ્યામાં સતાધારમાં આસ્થા ધરાવતા ભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
કાર્યક્રમને અંતે પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ અલ્પાહારનુ પણ આયોજન કરવામાં આવેલ હતું તેમ શ્રીવિવેક ધીરુભાઈ ગોહેલ પ્રમુખશ્રી, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ ની યાદી માં જણાવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)