પૂર્ણિમાના દિવસે શ્રીકષ્ટભંનજન દેવનું ષોડશોપચાર પૂજન કરાયું.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.12-02-2025ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે,આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામા મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,

આજે હરિભક્તના યજમાન પદે આજે દાદાનું ષોડશોપચાર પૂજન સાંજે 4 થી 6:15 કરી સંધ્યા આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આ સાથે સિંહાસને 200 કિલો સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો, દાદાને  દિવ્ય  શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:15 કલાકે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કર્યો હતો,

શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમાના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે.   ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણોમાં કરવામાં આવે છે, ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો (યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે. આ પૂજન અંદાજે ૧ કલાક સુધી ચાલે છે,

આ ષોડશોપચાર પૂજન શ્રી સાળંગપુર ધામમાં દર પૂર્ણિમાના દિવસે સાંજે ૪ થી ૬:૧૫ વાગ્યા સુધી કરવામાં આવે છે. પૂજનના અંત ભાગમાં દાદા ની ભવ્ય રીતે સમૂહ સંધ્યા આરતી કરવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)