પેટા આરોગ્ય કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે તા. ૨૩.૧૦.૨૦૨૪ ના રોજ આયુર્વેદ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

જૂનાગઢ

નિયામકશ્રી, આયુષ, ગાંધીનગર તથા પ્રિન્સિપાલ સહ તબીબીઅધિક્ષક શ્રી, સરકારી આયુર્વેદ મહા વિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ જૂનાગઢ વૈદ્ય સિધ્ધેશ પંડ્યા ના માર્ગદર્શન તથા વૈદ્ય પંચકર્મ શ્રી વૈદ્ય બીના વંશની સુચના અનુસાર પેટા આરોગ્ય કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે તા.૨૩.૧૦.૨૪ ના રોજ આયુર્વેદ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ નું આયોજન સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ જૂનાગઢ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં ૧૮૦ દર્દીઓએ લાભ લીધેલ અને અંદાજિત ૩૫૦ જેટલા લાભાર્થીઓએ અમૃતપૈય ઉકાળા નો અને સ્વસ્થવૃત – આદર્શ જીવન શૈલી – દિનચર્યા – ઋતુચર્યા બાબતે ના માર્ગદર્શન નો લાભ લીધેલ હતો તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)