સુરતઃ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘નયા ભારત, નયા કાનૂન – IPC To BNS’ વિષય પર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત (IPS) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. જ્યારે સુરતના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કી–નોટ સ્પીકર તરીકે સુપ્રિમ કોર્ટના વકીલ તેમજ ઇન્ડિયન સોસાયટી ઓફ ઇન્ટરનેશનલ લોના વાઇસ પ્રેસિડેન્ટ ડો. જી.વી. રાવે તથા વકતાશ્રીઓ તરીકે ગુજરાત રાજ્યના ડેપ્યુટી ડાયરેકટર ઓફ પ્રોસિકયુશન શ્રી રાકેશ રાવે અને સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ પટેલે સુરતના ઉદ્યોગ સાહસિકો, વકીલો, પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓને ભારતીય ન્યાય સંહિતા વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.
અહેવાલ : અશ્વિન પાંડે (સુરત)