પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે અંધ કન્યા છાત્રાલય જુનાગઢ ખાતે “અગરબત્તી પેકિંગ વર્કશોપ” તાલીમ વર્ગ યોજાય ગયો.

જૂનાગઢ

પ્રજ્ઞાચક્ષુ બહેનો અગરબત્તીના બિઝનેસમાં જોડાઈ અને પગભર થઈ શકે તે હેતુસર અંધ કન્યા છાત્રાલયના હોલમાં
અગરબત્તી પેકિંગ તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે પગલુછણીયા, મીણબત્તી જેવા હુન્નર ઉદ્યોગ પણ કઈ રીતે દિવ્યાંગ બહેનો કરી શકે તેની જાણકારી આપવામાં આવી હતી.

મન્નત અગરબત્તી, કેશોદના પ્રજ્ઞાચક્ષુ સીડા અંજુમભાઈ દ્વારા આ બાબતે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા એ જણાવેલ કે ભલે કુદરતે એને આંખ નથી આપી પરંતુ તેના આંગળીના ટેરવે આંખો આપી હોય તેમ આ પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ પોતે જાતે સ્પર્શક્તિ થી કાર્ય કરી પગભર થઈ પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે તે હેતુસર આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકેશગિરી મેઘનાથી એ પણ પ્રજ્ઞાચક્ષુઓની કામગીરી ને બીરદાવી હતી.

આ તાલીમ વર્ગમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી બટુક બાપુ,શાંતાબેન બેસ, વજુભાઈ ધકાણ, નિર્મળાબેન ધકાણ, પ્રવીણભાઈ જોષી, ચંપકભાઈ જેઠવા, જયશ્રીબેન પરસાણા, સંકેતભાઈ પરમાર, ઉર્વશીબેન વોરા, મનોજભાઈ સાવલિયા વગેરે એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)